નમસ્કાર
નવા શૈક્ષણિક સત્રની આપ સૌને શુભકામનાઓ..
આપ સુવિદિત છો તેમ આવતીકાલથી ધોરણ 1 થી 5 ના વર્ગો શરૂ થવા જઈ રહ્યા છે તે સંદર્ભે માનનીય જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સાહેબની અધ્યક્ષતામાં થયેલ VC ના અનુસંધાને કેટલાક સૂચનો છે જે ધ્યાને લઇ અમલ કરશો..
1️⃣ શાળા સ્વચ્છતા વર્ગખંડ સ્વચ્છતા તેમજ શાળાના સેનીટેશનની સ્વચ્છતા પર વિશેષ ભાર મૂકવામાં આવેલ છે જે બાબતે તમામે વિદ્યાર્થીઓ આવે તે પહેલા સવારે સફાઈ ની વ્યવસ્થા કરવાની રહેશે.
2️⃣ વિદ્યાર્થીઓનું સ્વાગત કરી આવકારવાના રહેશે જે બાબતે જરૂરી સંકલન કરી આવતીકાલે તમામ શાળાઓએ ફોટોગ્રાફ્સ મોકલવાના રહેશે.
3️⃣ વાલીસંમતિ મેળવી આ સંમતિપત્રક ની ફાઇલ નિભાવવાની રહેશે તેમજ જરૂરી આંકડાકીય માહિતી આવતીકાલે આપવાની રહેશે તથા ઓનલાઇન હાજરી 11:30 સુધી પુરવાની કાળજી રાખવી. જે શાળામાં વિદ્યાર્થીઓ ની સંખ્યા વધારે છે તેમણે 50% મુજબ વિદ્યાર્થીઓ ને બોલાવી રોટેશન જાળવવાનું રહેશે.
4️⃣ વર્ગમાં તેમજ શાળામાં યોગ્ય distance જળવાય તેની જવાબદારી તમામ મુ.શિ તેમજ શિક્ષકમિત્રોની રહેશે.તમામ બાળકો માસ્ક પહેરીને આવે એ તકેદારી રાખવી ટેમ્પરેચર ગન અને સેનિટાઇઝર નો ઉપયોગ કરવો.
5️⃣ વિદ્યાર્થી બીમાર હોય કે વિદ્યાર્થીઓ ના ઘરે કોઈ પેશન્ટ હોય તેવા વિદ્યાર્થીઓને શાળાએ બોલાવવાના નહી તેમજ માસ્ક શિક્ષક મિત્રોએ તેમજ વિદ્યાર્થી મિત્રોએ તમામે પહેરવાનું રહેશે.
6️⃣શાળા મુલાકાત દરમિયાન સ્વચ્છતા તેમજ માસ્ક બાબતે જો કોઈ કચાસ જણાશે તો એ બિલકુલ ચલાવી લેવામાં આવશે નહીં.
7️⃣ સૌથી અગત્યની બાબત બે વર્ષમાં જે લર્નિંગ લોસ થયો છે તે બાબતે આપણે કાળજી લઇ આપસૌએ કોવિડ, ના સમયગાળા દરમિયાન પણ ખૂબ જ પ્રયત્ન કર્યા છે તે રીતે પ્રત્યક્ષ શિક્ષણમાં પણ કચાસ જાણી તેની પૂર્તતા કરવા માટે વિશેષ પ્રયત્નો કરવા.
પરિપત્ર નો અભ્યાસ કરી SOP નું પાલન કરવાનું રહેશે