આચાર્યાશ્રીનો સંદેશ

 

શિક્ષણ સત્યનું દર્શન કરાવે છે. સુશિક્ષણ તેના પ્રણવ બતાવે છે. શિક્ષણ થકી જ્ઞાનવાન અને પ્રજ્ઞાવાન બને છે. શાળાનું કાર્ય શિક્ષણ આપવાની સાથે સાથે બાળકમાં પડેલા પ્રછન્ન કૌશલ્યને બહાર લાવી, પ્રતિભાને ધાર આપી રજૂ કરવા માટેનો મંચ પૂરો પાડે છે.

આજના વિજ્ઞાન અને ટેક્નોલૉજીના સાયબર યુગમાં માનવીના જીવન વ્યવહારમાં ટેક્નોલૉજીનો પ્રવેશ થઈ ચૂક્યો છે એટલે આજના શિક્ષણમાં પણ ટેક્નોલૉજીનો પ્રભાવ પડયા વિના રહેતો નથી. જે ખૂબ સારી બાબત છે. ટેક્નોલૉજીની આવડતે જ પ્રગતિના સોપાન સર કરી શકાય એવો આજનો માહોલ છે.

શાળાના  વિદ્યાર્થીઓ જ્યારે શાળામાંથી પસાર થઈને પોતાની કારકિર્દીમાં અગ્રેસર થાય ત્યારે એક એવો આદર્શ નાગરિક બની શાળાનું નામ રોશન કરે. આ કાર્યને પૂર્ણ કરવા માટે ટ્રસ્ટીમંડળ તથા શાળા પરિવાર સતત પ્રયત્ન શીલ છે. શાળા પરિવારનો સહકાર અને ટ્રસ્ટીમંડળ ના માર્ગદર્શન હેઠળ શાળા પ્રગતિના પંથે રહેશે એવી મને શ્રધ્ધા અને વિશ્વાસ છે.

શ્રીમતી બીનાબેન કે. દેસાઇ

ડી.ડી. હાઇસ્કૂલ ફોર ગર્લ્સ
પ્રાથમિક વિભાગ,
નવસારી.