શાળા વિષે

નવસારી કેળવણી મંડળ, નવસારી સંચાલિત દીનબાઇ દાબુ  કન્યા વિદ્યાલય, પ્રાથમિક વિભાગ નવસારી, વર્ષ- ૧૯૯૬થી ધો. ૫ થી ૭ ના વર્ગો શરૂ કરવામાં આવ્યા હતાં. પહેલાં ફ્ક્ત વિધાર્થીનીઓને પ્રવેશ આપવામાં આવતો હતો. વર્ષ ૨૦૦૨ થી કુમારો ને પ્રવેશ આપવાનું શરૂ કરવામાં આવ્યું .

હાલ માં જુ.કે.જી/સિ.કે.જી/ધો. ૧ થી ૬ ના એક –એક વર્ગો અને ધો. ૭ અને ૮ ના બે-બે વર્ગો ચાલે છે.

  • શાળા ના વાતાવરણ માં એવી સંવાદિતા રચીએ જેથી વિધાર્થીઓ સારા પરિણામ ની સાથે ઉત્તમ ચારિત્ર પણ મેળવે.
  • જુદા –જુદા વિષય નિષ્ણાંત શિક્ષકો દ્વારા શિક્ષણ આપવું.
  • માતૃભાષામાં જ શિક્ષણના ઉત્તમ વિચારોને વળગી રહીએ અને સાથે વૈશ્વિક ભાષા અંગ્રેજીનું વિધાર્થી વિકાસ અને પ્રગતિમાં મહત્વ સ્વીકારીએ .
  • શ્રેષ્ઠ ટીમ વર્ક દ્વારા શાળાના સોપાનો સર કરી શકાય.
  • શાળાના ઉદેશ્ય ને પાર પાડવા સંચાલક મંડળ , શિક્ષકો અને બિનશૈક્ષણિક સ્ટાફ, વાલીમિત્રોની સાથે મળીને સંપૂર્ણ સહકારથી કામ કરવાનું હોય છે. શાળા ટીમનો દરેક સભ્ય પોતાની ફરજ પૂર્ણપણે ગુણવત્તા યુક્ત નિભાવે અને પોતાના કામ માં ઉત્તમ પ્રદાન કરે તો કામ સોળે કળાએ ખીલી ઊઠે છે.

“સાથે ભેગા મળવું  એ શરૂઆત,

ભેગા રહેવું એ પ્રગતિ,

ભેગા રહીને ઉદેશ્યને પરિપૂર્ણ કરવો એ સફળતા”.

શાળાનો મુદ્રાલેખ:

તમસો મા જ્યોતીર્ગમય

ઊંડા અંધારેથી પરમ તેજે તું લઈ જા

શાળાના હેતુઓ:

૧. તમામ ધોરણો તમામ વર્ગોના  વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થાય.

૨. વિદ્યાર્થીઓ ઉંચા ગુણાંકથી ઉત્તીર્ણ થાય.

૩. વિદ્યાર્થીઓ જીવન ઉપયોગી કૌશલ્યો આત્મસાત કરે.

વિદ્યાર્થીઓ કઠિન વિષયો પ્રત્યે પણ રુચિ દાખવે અને અભ્યાસમાં વધુ રસ લે એ હેતુથી સ્માર્ટક્લાસમાં શિક્ષણ આપવામાં આવે છે.

શાળામાં અધતન કમ્પ્યુટર લેબની વ્યવસ્થા છે .જેના થકી વિદ્યાર્થીઓ ટેકનોલોજીકલ જ્ઞાન મેળવે છે.

શાળામાં વિજ્ઞાન પ્રયોગશાળા, લાયબ્રેરી, ડ્રોઈગરૂમ, સંગીતખંડ, ગુહવિજ્ઞાન લેબ વગેરેની વ્યવસ્થા છે.

શાળામાં વિદ્યાર્થીઓ માટે વિશાળ રમત-ગમતનું મેદાન પણ છે.

                                                              આચાર્યશ્રીઓ :

શાળાની વિશિષ્ટ સિદ્ધિઓ:

ક્રમ

વિદ્યાર્થીઓના નામ

ધોરણ

સ્પર્ધા નું નામ

વિજેતા ક્રમ

જિલ્લા કક્ષાની ખેલમહાકુંભ સ્પર્ધા-૨૦૧૭-૧૮

શુક્લા સ્વાતી એ ૨૦૦ મી.દોડ પ્રથમ
ભીમાણી નેહા જે. ૬૦૦ મી.દોડ દ્વિતીય
બગડા નેહા આર. લાંબી કૂદ તૃતીય
મિસ્ત્રી શિવાની આર. ગોળાફેંક તૃતીય
ચૌધરી મેહુલ એમ. સ્લોગન સ્પર્ધા તૃતીય

કલા મહાકુંભ સ્પર્ધા

 ૧

ખાંડેરા સ્નેહા ડાહ્યાભાઇ

સહાયક:

દાફડા મિતાલી ડી.

રાણા શિવાની વી.

પટેલિયા અમિષા એન.

જિલ્લા કક્ષાl લોકગીત

પ્રદેશ કક્ષા લોકગીત

પ્રથમ

 તૃતીય               

બાળ પ્રતિભા સ્પર્ધા

   ૧             

શુક્લા સ્વાતી અશોકભાઈ

        સહાયક:

દાફડા મિતાલી ડી.

રાણા શિવાની વી.

પટેલિયા અમિષા એન.

જિલ્લા કક્ષાl લોકગીત

પ્રદેશ કક્ષા લોકગીત

પ્રથમ

પ્રથમ

 

જિલ્લા કક્ષાએ ખેલમહાકુંભ શિક્ષકો

હિરલબેન એચ. વશી શિક્ષક ગોળા ફેંક પ્રથમ
ક્રિષ્નાબેન વિ.રાઠોડ શિક્ષક ચેસ દ્વિતીય
મુકેશચંદ્ર એન.રાઠોડ શિક્ષક ગોળા ફેંક

રાજ્ય કક્ષાએ પસંદગી

તૃતીય

કલા મહાકુંભ સ્પર્ધા

મુકેશચંદ્ર એન.રાઠોડ શિક્ષક તાલુકા કક્ષા,જિલ્લા કક્ષા,પ્રદેશકક્ષા

વાંસળી વાદન સ્પર્ધા

પ્રથમ

જિલ્લા કક્ષા એ બાળ પ્રતિભા સ્પર્ધા

દાફડા ધ્યાની ભ. સર્જનાત્મક સ્પર્ધા દ્વિતીય
ભિમાણી નેહા જે સર્જનાત્મક સ્પર્ધા પ્રથમ
ચૌધરી કવિતા પી નિબંધ લેખન દ્વિતીય
પટેલિયા અમિષા એન. લોકગીત(ખુલ્લો વિભાગ) તૃતીય

તાલુકા કક્ષાએ ખેલમહાકુંભ

ટંડેલ જાગૃતિબેન ટી. શિક્ષક લોકગીત દ્વિતીય

તાલુકા કક્ષાની ચેસ સ્પર્ધા

લહમાંગે ઋત્વી એસ. ચેસ દ્વિતીય